JETPURRAJKOT

Jetpur: જેતપુર તાલુકાનાં ખારચીયા ગામે ગ્રામજનોએ નિહાળ્યો વડાપ્રધાનશ્રીનો લાભાર્થીઓ સાથેના સંવાદનો વર્ચ્યુઅલ કાર્યક્રમ

તા.૧૬/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં ખારચીયા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તા.૧૭ ડિસેમ્બરે થાણા ગાલોલ, તા.૧૮ ડિસેમ્બરે ચાપરાજપુર ગામે યોજાશે.

આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓ સાથેના સંવાદનો વર્ચ્યુઅલ કાર્યક્રમ ગ્રામજનોએ નિહાળ્યો હતો. બે મહિલા, બે વિદ્યાર્થી, બે સ્થાનિક કલા કારીગરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. તદુપરાંત આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પમ ટીબી અને સિક્સ સેલ એનિમિયાની તપાસ નિ:શુલ્ક કરી આપવામાં આવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.”ધરતી કહે પુકાર કે” થીમ આધારિત કૃતિ રજૂ કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત ચાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ શ્રી એમ. એન. રાવલ, વિકસિત ભારત રથ નોડલશ્રી કે. ડી. સખીયા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button