BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ નું ગૌરવ

9 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા માં શહેરની મધ્યમાં આવેલ તેમજ નવાબી શાસન વખતની એટલે કે જેની સ્થાપના 1840 માં થયેલ તેવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં સને 2017 થી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવેલ છે.2017 થી પાલનપુર માં વિજ્ઞાન પ્રવાહ એક અલગ છાપ ઉભી કરેલ છે અને દર વર્ષે સતત શ્રેષ્ઠ પરિણામ નિશુલ્ક ફી માં આપી રહેલ છે. જેમાં ચાલુ વર્ષ માર્ચ-2023 માં લેવામાં આવેલ H.S.C.વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા માં બોર્ડના પરિણામમાં સરકારી હાઈસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહ પરિણામ 80.95% આવેલ છે.તેમજ શાળા કક્ષાએ પ્રથમ નંબરે – હિનાંબેન એસ. ગોહિલ 97.07 PR,બીજા નંબરે – બુખારી હબસાબાનું એન 93.79 PR, તથા ત્રીજા નંબરે-જયન વિજય કુમાર ગોહિલ- 91.07 PR સાથે ઉતીર્ણ થયા છે . શાળાનાં આચાર્યા ડૉ મનીષાબેન આર નાઈ એ તમામ સ્ટાફ મિત્રોને ઉત્કૃષ્ટ પરિણામ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.આ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરવા બદલ ડો. નરેન્દ્રસિંહ ચાવડા સાહેબે શાળા પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button