SINOR

શિનોર ના માલસર ખાતે કોંગ્રેસ ની સત્યાગ્રહ સંકલ્પ વિષય આધારિત બેઠક યોજાઇ

શિનોર તાલુકાના માલસર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજરોજ, વડોદરા જીલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા , નુક્કડ, સત્યાગ્રહ માટે ની બેઠક યોજાઇ હતી.
દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી ની સીધી અસર સામાન્ય જન જીવન પર વર્તાઇ રહી છે.. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ મીટીંગો યોજી, સામાન્ય નાગરિકો ના પ્રશ્નો ને વાચા આપવા નો પ્રયાસ હાથ ધર્યો છે.. ત્યારે ગુરુવાર ની સાંજે, વડોદરા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, શિનોર તાલુકાના માલસર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સત્યાગ્રહ મીટીંગ નું આયોજન કરાયું હતું..પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશ ના સહ પ્રભારી ઉષાબેન નાયડુ ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં, તાલુકા -જીલ્લા ના કોંગ્રેસ આગેવાનો સહિત, શિનોર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સત્યાગ્રહ મીટીંગ દરમિયાન કોંગ્રેસ આગેવાનો એ સામાન્ય નાગરિકો ના મુદ્દે, સરકાર સામે લડી લેવાનો સૂર રેલાવ્યો હતો..
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button