વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ બારીપાડા ગામના ત્રણ રસ્તા પાસેથી કારમાં દારૂની બોટલ સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂની બોટલ સહિત અંદાજે 10 લાખની કારને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.સાપુતારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.ત્યારે આહવા તાલુકાના બારીપાડા ગામ ખાતે પોલીસ એ એક કીયા ફોરવ્હીલ ગાડી નંબર. DD-01-C-4499 ને ઉભી રાખી તેની તપાસ કરી હતી.ત્યારે ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સુવા જાઈન 375 મી.લી.ની કાચની બોટલ નંગ-1 જેની કિંમત રૂપિયા 655/- મળી આવી હતી.જે બાદ પોલીસે કાર ચાલક આદિત્ય દિનેશ શર્મા (રહે.સીલવાસા દાદરા નગર હવેલી,જી.દાદર અને નગર હવેલી)ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ 10 લાખ રૂપિયાનાં કિંમતની કાર તથા 655/- રૂપિયાની દારૂની બોટલ સહિત કુલ કિંમત રૂપિયા 10,00,655/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





