KUTCHMANDAVI

મોઢવા ખાતે વિવિઘ સરકારી-બિન સરકારી યોજનાઓ માટે કેમ્પ

૨૫-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મોઢવા ગામે માછીમારના કાર્ય સાથે સંકળાયેલા માછીમાર બંધુઓ માટે બિદડા કોમન સર્વીસ સેન્ટર દ્વારા ટાટા પાવર-મુન્દ્રા ના અધિકાર પ્રોજેક્ટ અને સાગર બંધુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી તથા બિન સરકારી યોજનાઓ માટે યોજનાકીય કેમ્પ યોજાયો હતો. જેથી ગ્રામજનોને ઘર આંગણે જ સરાકારશ્રીની સેવાઓ મળી રહે. આ કેમ્પ માં ભારત સરકારની “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” આયુષ્માન ભારત, પ્રધાન મંત્રી જનધન યોજના,પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અને જીવન જયોતિવીમા યોજના, શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિકો માટેના ઈ-શ્રમ કાર્ડ,પાન કાર્ડ વગેરે યોજનાઓને આવરી લેવામાં આવી હતી. અધિકાર પ્રોજેક્ટના અધિકારમિત્ર વિપુલભાઇ તથા રોહિતભાઈ એ કમ્પ્યુટર ઓપરેટિંગ કરી નોંધણી પ્રક્રિયા કરી હતી. આ કેમ્પ માટે ટાટા પાવર મુન્દ્રાના એચ.કે. ઝાલા અને પ્રવીણભાઇ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બિદડા સી.એસ.સી.ના વી.એલ.ઈ. ભરતભાઈ સંઘાર હાજર રહ્યા હતા. આ કેમ્પની વ્યવસ્થા અને આયોજન સ્વદિપ સંસ્થાના મહેમુદશા સૈયદે સંભાળી હતી.

[wptube id="1252022"]
Back to top button