GUJARATJETPURRAJKOTUncategorized

જેતપુરમાં રહેણાક મકાનમાંથી જુગારધામ ઝડપાયું

તા.૨૪/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સાત શખ્સોની ધરપકડ કરી રૂા.૨૪૬૨૦નો મુદામાલ કબજે કર્યો

જેતપુર શહેરના ટાકુડિયા વિસ્તારમાં આવેલા મકાનમાં જુગાર રમતા સાત શખ્સોની એલસીબીએ ધરપકડ કરી ૨૪,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

વધુ વિગત મુજબ જેતપુર શહેરના ટાકુડિયા વિસ્તારમાં રહેતા હાર્દિક કિશોર ધામીના મકાનમાં જુગાર રમતો હોવાની એલસીબી ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડી.જી.બળવા, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા અને નિલેશભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા હાર્દિક કિશોર ધામી,પ્રફુલ નાથા ઠુંમર,આણંદ ભાણા જાદવ,ધીરુ બચુ દોંગા, શૈલેષ લાધા,શરીફશા યાસીનશા રફાઈ અને અશ્વિન ગોપાલ સાવલિયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી ૨૪,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button