હાલોલ રૂરલ પોલીસે સરખી મહુડી ગામેથી 2.18 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો,એક ઇસમની અટકાયત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૫.૨૦૨૪
હાલોલ તાલુકાના સરખી મહુડી ગામે રહેતો સુનીલકુમાર જયંતીભાઈ નાયક તેના ઘરની સામે આવેલ ઝાડી ઝાંખરા વાળા ડુંગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામા ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારી ઘાસના પૂળા નીચે સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર છાપો મારતાં તે જગ્યાએ એક ઈસમ બેઠેલો હતો તેને પકડી તેનું નામઠામ પૂછતા સુનિલભાઈ છોટુભાઈ રાઠવા રહે. ઉજડીયા ફળિયા ટીમલા રંગપુર છોટા ઉદેપુર હોવાનું જણાવતા તેઓને સાથે રાખી ઘાસના પૂળા નીચે તપાસ કરતા ભારતીય બનાવટ ની બિયર ટીન ની 70 પેટી મળી આવી હતી.પોલીસે ઝડપાયેલ સુનિલ રાઠવા ને પૂછ પરછ કરતા જણાવ્યું હતું કે આ બીયર ની પેટીઓ મારા મિત્ર સુનીલકુમાર જયંતીભાઈ નાયક રહે.સરખી મહુડી નાઓ સાથે ભેગા મળી મારા ગામના કરસનભાઈ સુરસિંગભાઈ રાઠવા પાસેથી મંગાવી હતી.તેમ જણાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે પ્રોહીબિશન નો ગૂનો નોંધી સુનિલભાઈ છોટુભાઈ રાઠવા ની અટકાયત કરેલ જ્યારે સ્થળ પર સુનીલકુમાર જયંતીભાઈ નાયક તથા કરસનભાઈ સુરસિંગભાઈ રાઠવા મળી ન આવતા તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા.જોકે હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એકજ સ્થળ પર થી મોટી માત્રામાં બીયર ટીન ની પેટીઓ ઝડપી પાડતા દારૂનો વેપલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.










