BANASKANTHAGUJARATPALANPUR
જાગૃતિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યામંદિર ડાવસ માં ચંદ્રયાન- 3 સફળ ઉતરાણ કાર્યક્રમ યોજાયો

24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જાગૃતિ ઉ.બુ વિદ્યામંદિર ડાવસ એ બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીના કાંઠે આવેલી ગ્રામ્ય વિસ્તારની શાળા છે ભારતની અવકાશ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ ના સફળ ઉતરાણ કરવામાં આવ્યું આજરોજ પ્રાર્થના સભામાં શાળાના વિજ્ઞાન શિક્ષક દેવેન્દ્રભાઈ પટેલ આર્યભટ્ટ થી લઈ ઈસરોના ચેરમેન શ્રી એ સોમનાથ ની ચર્ચા કરી અને શાળાના સિનિયર શિક્ષક શ્રી ઈશ્વરલાલ બી પરમાર 13 જુલાઈ ચંદ્રયાન -૩ પ્રક્ષેપણથી લઈ 23 મી ઓગસ્ટ ઉત્તરાયણ સુધીની ચર્ચા કરવામાં આવી તેમજ શાળાના બાળકો વિજ્ઞાનના અભ્યાસ સાથે વધુ સંકળાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું તથા ઈસરોના ચેરમેન તથા સમગ્ર ટીમ નો આભાર માન્યો હતો
[wptube id="1252022"]





