DANGGUJARAT

આહવા તાલુકાનાં જામલાપાડા ગામનાં ગોવાળીયા પર દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ આહવા પશ્ચિમ રેંજ વન વિભાગનાં જામલાપાડા આવળેમાળ જંગલ વિસ્તારમાં આજરોજ જામલાપાડા ગામનાં શુકરભાઈ બસ્તરભાઈ બાગુલ ઉ.વ.45 જેઓ ઢોર ચરાવી રહ્યા હતા.તે દરમિયાન નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો ખુંખાર દીપડાએ આવી ચડી આ ગોવાળિયા પર એકાએક હુમલો કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ હુમલાનાં પગલે ગોવાળીયાને ગંભીર ઈજાઓ પોહચી હતી.જે બનાવની જાણ ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સને કરતા 108નાં પાયલોટ હુસેન જે વણજાર અને EMT પ્રવિણાબેન કાનતંનાઓએ તુરંત જ સ્થળ પર પોહચી જઈ ગોવાળિયાની પ્રથમ પાટાપીંડી કરી આહવા સિવિલ હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ આ ગોવાળિયાની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખાતે રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.હાલમાં આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓએ આ અંગે પંચકેસ કરી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button