GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના બસ સ્ટેન્ડમા મુસાફરનો દોરો તોડવા જતા ચેઇન સ્નેચર ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના બસ સ્ટેન્ડમા મુસાફરનો દોરો તોડવા જતા ચેઇન સ્નેચર ઝડપાયો

ઈડર બસ સ્ટેશનમા અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે મોબાઈલ ચોરી, ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરીની ઘટનાઓ બનતી રહે છે અવાર નવાર ચોરીના બનાવો બનતા હોવા છતાંય ઈડર બસ સ્ટેન્ડની સુરક્ષા એળે ગઈ હોય તેમ લાગી રહ્યુ છે ભીડનો લાભ ઉઠાવી ચોર ટોળકી ચોરીને અંજામ આપતી હોય છે થોડા દીવસ અગાઉ અંબાજીથી ઈડર ખાતે દવાખાને આવેલ ગરીબ પરિવાર બસમા ચડવા જતા થેલામાથી સોનાના દાગીના સહિત ૧૩ હજાર રોકડ રકમની તફચંડી થઈ હતી ઈડર બસ સ્ટેન્ડમા ચોરોનો તરખાટ યથાવત હોય તેમ આજે ગઠીયો બસમા ચડવા જતી મહિલાનો સોનાનો દોરો તોડવા જતા દોરો તોડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો દોરો તોડવા જતા ચોરને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો અને ઈડર બસ સ્ટેશનના મેનેજરને હવાલે કરાયો હતો ઇડર એસ. ટી. ડેપો મેનેજરને ઈડર પોલીસનો સંપર્ક કરી ચોરને પોલીસના હવાલે કર્યો હતો જેમા સી.સી.ટી.વી ફૂટેજ આધારે ઈડર પોલીસે ચોરની અટકાયત કરી ઈડર પોલીસ મથકે લઇ જવાયો હતો અવારનવાર બનતા ચોરની બનાવો સામે ઈડર પોલીસને મોટી સફળતા મળી હતી ઈડર પોલીસે ચોરીના બનાવ અંગે આગળની તપાસ હાથધરી હતી…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button