
વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. એકમ દ્વારા ગીત સંગીત ધારા અંતર્ગત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અવનવાં દેશભક્તિ ગીતો અને લોકગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગીત સ્પર્ધામાં કપિલાબેન પરમાર, મધુબેન ચૌધરી, વિનાબેન ચૌધરી, દક્ષાબેન ખોલવાડીયા, નિકિતાબેન પ્રજાપતિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી બળવંતભાઈ ચૌધરી, મંત્રી શ્રી વિનોદભાઈ પટેલ, કોલેજના આચાર્ય પ્રવિણભાઈ વજીર સહિત સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર થાનાભાઈ પટેલે કર્યું હતું
[wptube id="1252022"]