MORBI:મોરબી ના બેલા (૨) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી ના બેલા (૨) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આજરોજ મોરબી તાલુકાના બેલા (૨) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૩૭,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

૧) નાનજીભાઈ સામજીભાઇ જેઠલોજા ઉ.વ.૬૨ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી (૨) ભરતભાઇ મોરાજીભાઇ માકાસણા ઉ.વ.૪૮ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી,(૩) ભુપતભાઇ ઠાકરસીભાઇ અઘાર ઉ.વ.૪૮ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી ૩( ૪) નરેન્દ્રભાઇ મગનભાઇ કાલરીયા ઉ.વ.૪૩ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી(૫) મનહરભાઇ ઉકાભાઇ ચારોલા ઉ.વ.૫૦ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી ૬) ગણેશભાઇ રામજીભાઇ જેઠલોજા ઉ.વ.૫૮ રહે-શિવપુર તા.હળવદ જી.મોરબી પકડી પાડી ધોરણસરની ની કાર્યવાહી હાથ ધરી છે








