AHAVADANGGUJARAT

સરકારી સંપત્તિ પર ભાજપની મીટીંગ બાબતે કોંગ્રેસ દ્વારા રજૂઆત છતાં કાર્યવાહી ન થતા પોસ્ટર લગાવી વિરોધ કરાયુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ એ.પી.એમ.સી.માં ભાજપના કાર્યકર્તા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે એપીએમસી એ સરકારી સંપત્તિ હોય અને ત્યાં આ રીતે ભાજપ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ આઈ.ટી. સેલ ના પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ડાંગ જિલ્લામાં ગત  તા. 19/12/2023 અને 20/12/2023નાં  રોજ વઘઈ ખાતે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા  મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા હતા.જેમાં રાજેશભાઈ દેસાઈ કે જે ડાંગ જીલ્લાનાં પ્રભારી છે એમના દ્વારા ડાંગનાં ગ્રુપમાં ફોટો વાયરલ કરવામાં આવ્યા  હતા. ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળ્યુ હતુ કે,આ મિટિંગ વઘઈ APMC ખાતે યોજવામાં આવી હતી.જોકે તે  સરકારી સંપત્તિ છે.ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનું કાર્યાલય હોઈ એવી રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.આ પ્રકારે ભાજપ દ્વારા અનેક વખત મીટીંગ યોજવામાં આવેલ છે.જેને લઇને અન્ય પક્ષ તથા કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ત્યારે એપીએમસી માર્કેટ બાબતે ડાંગ જીલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારનો જવાબ ડાંગ જીલ્લા પ્રશાસન દ્વારા આપવામાં નહીં આવતા ડાંગ જીલ્લાની તમામ કચેરી પર ભાજપ જીલ્લા પ્રશાસન, વગેરે બોર્ડ, પેમ્પલેટ, અને લોકજાગૃતિ અભિયાન થકી વિરોધ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.તેમજ જ્યાં સુધી APMC નાં ચેરમેન,અધિકારી પર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પોસ્ટરો તથા સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે.આજરોજ ડાંગ જિલ્લા કૉંગ્રેસનાં આગેવાન મનીષભાઈ મારકણાએ આહવા તાલુકા પંચાયતનાં દીવાલ પર તથા જિલ્લા સેવાસદનનાં દીવાલ પર ભાજપા તાલુકા પંચાયત અને ભાજપા જિલ્લા સેવાસદનનું સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button