
તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે છારા તેમજ પીપળી પ્રાથમિક શાળા મુકામે બાળ શિક્ષણ વિશે બાળકોને સમજવામાં આવ્યા તેમજ બાળકો અભ્યાસમાં શિક્ષણ એ જીવનભરની શીખવાની પ્રક્રિયા છે જે બાળકોમાં આત્મવિશ્વાસ જગાડે છે. શાળાના વાતાવરણમાં બાળકના સંપર્કના પરિણામે ઘણી ક્ષમતાઓ વિકસિત થાય છે, અને આત્મવિશ્વાસ તેમાંથી એક છે.તેમજ છાત્રો ને શિક્ષણ નું મહત્વ અને જરૂરિયાત વિશે સમજાવ્યું હતું. તેમજ છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ડો.પ્રો રામભાઇ વાઢેર તેમજ સભ્યશ્રી જગદીશ ભેડા સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.