
વિજાપુર માલોસણ ગામની મહિલાએ માનસીક ત્રાસ આપી મારઝૂડ કરતા પતિ સામે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માલોસણ ગામની મહિલાએ પતિ દ્વારા મારઝૂડ કરીને માનસિક ત્રાસ આપતા મહિલાએ પતિ વિરૂધ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસ મથકે થી મળતી માહીતી મુજબ માલોસણ ગામે રહેતા પુનમ બેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં માલોસણ મોન્ટુજી ઠાકોર સાથે થયા હતા.લગ્ન પછી અવારનવાર પતિ મોન્ટુજી સાથે ઘરકામ બાબતે વારંવાર તકરાર થતી હતી.પોતાના પતિ ની પેપર મીલ માં નોકરી લાગતા તેઓની સાથે રહ્યા હતા છતાંય મારઝૂડ ચાલુ રહેતા પૂનમ બેન પિતા દીકરી નું ઘર ના ભાગે તે માટે જમાઈને સમજાવી જતા પરંતુ મોન્ટુજી ના વહેવાર માં કોઈ સુધારો નહીં જણાતા પૂનમ બેન પોતાના દીકરા ને લઈ દોઢ વર્ષ પિયર રહેવા ચાલ્યા ગયા હતા.પંદર દિવસ બાદ સમાજના આગેવાનો અને સાસરી પક્ષના આગેવાનો એ સમજાવ્યા બાદ તેઓ માલોસણ ગામે રહેતા હતા. ગત રાત્રીએ પૂનમ બેન ના પતિ મોન્ટુજી એ ઘરકામ ને લઇ ફરી મારઝૂડ કરી ગડદા પાટુ કરી માર મારી ઇજાઓ કરતા પેટમાં વધુ ઇજાઓ થતા તેઓએ તેમના પિતા ની જાણ કરી હતી. પેટમાં વધુ દુખાવો રહેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ પતિ મોન્ટુજી સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પૂનમબેન ની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





