રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા જરૂરી દસ્તાવેજો ભરેલ પડી ગયેલ બેગ તેના માલિકને પરત અપાવતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ.

૨૪-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- અ૨જદા૨ સુરસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૨)રહે.પ્લોટ નં.૦૬ મ.નં.૫ વોર્ડ.૦૪/એ/એફ આદિપુર નાઓએ પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે તેઓની કાળા કલ૨ની બેગ જેમા રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦/- તથા આધારકાર્ડ,પાનકાર્ડ,ચેકબુક તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન કલેકટ૨ ૨ોડ ઉ૫૨ ક્યાક રૂપીયા તથા દસ્તાવેજો ભરેલ બેગ પડી ગયેલ છે તેવી જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી.દેસાઇ નાઓએ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને સદર બેગ અંગે તપાસ કરાવવા સુચના આપતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોએ સદર રોકડ રકમ ભરેલ બેગને કલેક્ટર રોડ ઉપરથી જ શોધી કાઢી રૂપીયા ભરેલ બેગના માલિક સુરજસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા નાઓએ પોલીસ સ્ટેશન બોલાવી તેઓની રોકડા રૂપીયા તથા જરૂરી દસ્તાવેજો ભરેલ બેગ પરત આપવામા આવેલ.








