ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના ૧૬ પૈકી એક કાલોલ તાલુકાનું ડેરોલ રેલ્વે સ્ટેશન.

તારીખ ૫/૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને કન્વર્ઝન માટે પશ્ચિમ રેલવેના ૧૨૦ સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ૮૭ સ્ટેશન ગુજરાતમાં,૧૬ સ્ટેશન મહારાષ્ટ્ર, ૧૫ સ્ટેશન મધ્યપ્રદેશ અને ૨ સ્ટેશન રાજસ્થાન રાજ્ય માં છે. જ્યારે ગુજરાતનાં ૧૬ પૈકીનું એક પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકાનાં ડેરોલ રેલ્વે સ્ટેશન નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”અમૃત ભારત સ્ટેશન” યોજના હેઠળ ડેરોલ રેલ્વે સ્ટેશનનું રૂ.૨૭ કરોડનો ખર્ચ કરી ખર્ચે રિડેવલપ કરવામાં આવશે.જે અંગે ગત દિવસોમાં ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વેનાં અઘિકારીઓ તેમજ રેલ્વે સમિતિ તેમજ કાલોલ ૧૨૭ વિધાન સભાનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ કાલોલ શહેર અને તાલુકાનાં ભાજપા નાં કાર્યકરો વચ્ચે એક બેઠક પણ મળી હતી. જેનું આવતી કાલે રવિવાર નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાક નાં રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના ૫૦૦ થી વધુ રેલવે સ્ટેશનો ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.જેની તૈયારી નાં ભાગ રૂપે ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.