MORBI:મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિના ગુનામાં પકડાયેલ બે આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃતિના ગુનામાં પકડાયેલ બે આરોપીના શરતી જામીન મંજૂર
મોરબી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી સ્પામાં ફૂટણખાનાના ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી તથા સંચાલકની જામીન માટેની અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે
મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમા ગેરસયદેસર પ્રવૃત્તિ ચલાવતા સ્પાના સંચાલક તથા કર્મચારીની પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી ત્યાર બાદ બને આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરવામાં આવી હતી અને આ કેસમાં આરોપીના વકીલ શહેનાઝબેન ડી. સુમરા તથા વકીલ દેવીપ્રસાદ કે. જોષી દ્વારા કરવામાં આવેલ દલીલો સાંભળીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને બન્ને આરોપીઓના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હતા.