JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર માં સી.આર.સી ક્ક્ષાનુ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ.

બાળ રંગોને ઇન્દ્રધનુષી મોરપિચ્છ સમાન .બાળક એક અખૂટ ખજાનો છે.અનેક શક્યતાઓ એના નિર્દોષ અને નિખાલસ ચહેરા પાછળ સચવાઈને પડેલી હોય છે. અશક્યતાઓને શક્યતાઓમાં ઢળવાની અને ઢાળવાની ખરી દૃષ્ટિ આ અખૂટ ખજાનાના ખજાનચી ગણાતા શિક્ષકો, વાલીઓ અને માતા–પિતા પાસે અપેક્ષિત પ્રમાણમાં સંપૂર્ણ રીતે અવિરત વેહતી રહે.
ખીમલીયા કન્યા  શાળા માં  , તારીખ ૧૮ સપ્ટેમ્બરનાં  રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જામનગર  ‘ WE THE TEAM “માર્ગદશિત સી.આર.સી ગોપાલદાસ વાડી  દ્વારા  આયોજિત સી.આર.સી ક્ક્ષાનુ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ.જેમાં સી.આર.સી  ગોપાલદાસ વાડી ક્લસ્ટર ની કુલ ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી અલગ અલગ વિભાગ માં કુલ ૧૦  કૃતીઓ રજૂ કરવામાં આવેલ દરેક કૃતિ અનન્ય અને શિક્ષકમિત્રોનાં માર્ગદર્શન થકી બાળકો દ્વારા સુંદર, વૈજ્ઞાનિક અભિગમ સહ તૈયાર કરવામાં આવેલ. પ્રદર્શનમાં ભાગ લીધેલ દરેક બાળકને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવેલ. પ્રદર્શનમાં બાળકો ,શાળા પરિવાર ને પ્રેરણા આપવા માટે સી.આર.સી ક્લસ્ટર ના તમામ શાળા ના આચાર્ય શ્રી અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ  ઊપસ્થિત રહેલ અને શ્રી મોરકંડા તાલુકા શાળા ના આચાર્ય શ્રી ગુલાબભાઈ ચૌહાણ ના  હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ .એમની ઉપસ્થિતિ સૌને ઊર્જામાં વધારો કરેલ.આ કાર્યક્રમ ને સફળ બનવવા સી.આર.સી કૉ.ઓર્ડીનેટર કલ્પેશભાઈ લખવારા ખીમલીયા કન્યા શાળા ના આચાર્ય શ્રી નીલેશભાઈ વાઘેલા અને સી.આર.સી ક્લસ્ટર ના તમામ શાળા ના આચાર્ય શ્રી અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ એ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button