MORBIMORBI CITY / TALUKO
મોરબી – નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પર્વ પ્રજાસ્તાકદિન ની ઉજવણી કરવામાં આવી.

મોરબી – નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પર્વ પ્રજાસ્તાકદિન ની ઉજવણી કરવામાં આવી.
શ્રી નાનીવાવડી કન્યા પ્રાથમિક શાળાના પટ્ટાંગણમાં ‘દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જયંતીભાઈ પડસુંબીયા તાલુકા પંચાયત સભ્યશ્રી, ગામના સરપંચશ્રી ગોદાવરીબેન, ગામના વડીલો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર
બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
[wptube id="1252022"]