AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

કિંજલ દવેને કોર્ટે ₹.1 લાખનો દંડ ફટકાર્યો

ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થનાર ગુજરાતી સિંગર કિંજલ દવે મુશ્કેલીમાં મુકાઈ હતી. આ જ ગીત મામલે કિંજલ દવેને કોર્ટે ઘણીવાર નોટિસ ફટકારી હતી. જે ગીતથી કિંજલ દવેને જબરજસ્ત લોકપ્રિયતા મળી તે જ ગીત મામલે કિંજલ દવેને સિટી સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 7 દિવસની અંદર ₹.1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટનો ઓર્ડર કર્યો છે.  ઉલ્લેખનીય છે કે,  કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી જો કે, કોર્ટે કહ્યું કે,- “કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નહીં”

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે સિટી સિવિલ કોર્ટમાં ચાર ચાર બંગડી વાળા ગીતના કોપીરાઈટ મામલે વાંધો ઉઠાવ્યો હતો. મુળ આ ગીતના રચયિતા અને સિંગર એવા ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ જે ચાર ચાર બંગડી વાળા ગીત પોતાનુ હોવાનો દાવો કરી રહ્યો હતો. તેને કીંજલ દવે સામે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો અને કોર્ટમાં અરજી કરી હતી કે આ ગીતનુ ક્રેડીટ મુળ સિંગર એટલે કે તેને પણ મળવી જોઈએ.આ ગીતને લઈને કીંજલ દવે સામે સૌથી પહેલા રેડ રીબને કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો હતો. પછી કોર્ટે તેમને સત્તા નહી હોવાથી સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવા કહ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button