અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં રાયડાની ખરીદી અધ્ધર તાલે,ખેડૂતો બે મહિનાથી ખરીદી માટે જોઈ રહ્યા છે રાહ
કહેવાય છે કે સરકાર દ્વારા ખેડૂતો ને પોષણ યુક્ત ભાવો મળે તે માટે માર્કેટયાર્ડમાં સંઘ દ્વારા ખરીદી કરવામાં આવે છે જે અંતર્ગત સંઘ દ્વારા પાકની ખરીદી થતી હોય છે જેમાં સીઝન પ્રમાણે ખેડૂતો એ વિવિધ પાક અંતર્ગત પંચાયત ની અંદર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું થતું હોય છે જેમાંચાલુ સાલે રાયડાના પોષણ યુક્ત ભાવ મળે તે માટે ખેડૂતો એ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એનો સમય પણ બે મહિના જેટલો થવા આવ્યો છતાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના રાયડાની સંઘ દ્વારા હજુ ખરીદી કરવામાં આવી નથી આ બાબતે ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા ના બે મહિના થવા આવ્યા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનો ખરીદી માટેનો કોઈ મેસેજ કે કોલ આવ્યો નથી અને આ રાયડાનો પાક કેવી રીતે સાચવવો વધુ માં જણાવ્યું હતું કે પોષણ યુક્ત ભાવ મળે તે માટે અમે ખેડૂતો સંઘ ની રાહ જોઈને બેઠા છીએ પરંતુ હવે આ રાયડાનો પાક વેચવો કે પછી માર્કેટમાં લોકલ વેપારી ને આપી દેવો સવાલ ઉભો થયો છે તો ઝડપથી સંઘ દ્વારા ખરીદી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે









