HALOLPANCHMAHAL

હાલોલ:ઈટવાડી ગામે સનફાર્મા દ્વારા વિકસિત જ્ઞાનોદય મોડલ સ્કૂલનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

તા.૨૫.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા રોડ પર આવેલ સનફાર્મા કંપની દ્વારા હાલોલની આસપાસના ગામોમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત આરોગ્ય,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, પાણી,પર્યાવરણ ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યો કરી રહી છે.સન ફાર્મા કંપની “જ્ઞાનોદય મોડેલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ સરકારી શાળાઓના વિકાસ માટે હાલોલમાં કાર્યરત છે. ઈંટવાડી પ્રાથમિક શાળા એ હાલોલ બ્લોકમાં સન ફાર્મા દ્વારા વિકસિત “જ્ઞાનોદય મોડેલ સ્કૂલ” ની શ્રેણીની સાતમી શાળા છે.સન ફાર્માએ ડિજિટલ ક્લાસરૂમ, પ્રજ્ઞા ક્લાસરૂમ, છોકરાઓ અને છોકરીઓ માટે સેનિટેશન બ્લોક, મિડ-ડે-મીલ કમ મલ્ટીપર્પઝ શેડ, ક્લાસરૂમ રિનોવેશન, કેમ્પસ ડેવલપમેન્ટ,પેવર બ્લોક,સ્કૂલ પેઇન્ટિંગ અને શૈક્ષણિક ભીંતચિત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સરકારી શાળા ઇટવાડીને જ્ઞાનોદય મોડેલ સ્કૂલમાં પરિવર્તિત કરી છે.જ્ઞાનોદય મોડલ સ્કુલ, ઈંટવાડીનું ઉદઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,બીઆરસી અને સીઆરસી સંયોજકો અને નજીકની અન્ય શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.સન ફાર્મા તરફથી હાલોલ પ્લાન્ટ એચઆર હેડ ભાસ્કર ધારીવાલ, સીએસઆર હેડ પ્રતિક પંડ્યા, તુષાર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button