GUJARATNAVSARI

નવસારી જિલ્લાની તાલુકા પંચાયત સહિત સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ સાથે સાફ સફાઈ ઝુંબેશ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગ રૂપે જિલ્લામાં ગણદેવી અને ખેરગામ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઓફિસોના પ્રાંગણની સાથે કચેરીના રેકર્ડનું વર્ગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.
નવસારી  જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા, આરોગ્ય શાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરીની સાથે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં લોકો સ્વયંભું જોડાઈને સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button