JUNAGADH

ગીર નું આકર્ષણ ગીર ની કલા ખીલી દોરાથી બનતા ફોટા

ભુપતભાઈ મકવાણાનુ આર્ટ ઓફ ગીર અદભુત કલાકારી
ભરત બોરીચા – જુનાગઢ
સાસણ : ગીરમાં ટુરિસ્ટો સિંહ દર્શન કરવા ખુબ જ અગત્યનો સમય કાઢીને પોતાની ફેમિલી સાથે ગીર ની ગોદ માં જયારે આવતા હોય ત્યારે તેમને ગીર, જંગલ, સિંહ અન્ય વન્ય પ્રાણીઓ તો માણવા મળે જ પરંતુ સાસણ ગીર માં સિંહસદનની બાજુમાં આવેલી Art of gir ની વિઝિટ કરીને ગીર માંથી હંમેશ ને માટે એક સંભારણા સ્વરૂપે ખીલી અને દોરા વડે બનાવેલ કલા સાથે લઈ જાય અને ગીરની યાદી બનાવી લેતા હોય છે
સાસણ ગીરમાં ભુપતભાઈ મકવાણા ખીલી અને દોરા થી અલગ -અલગ ચિત્રો બનાવતા નજરે પડે છે, જે કલા સૌને મન મોહક બનાવી દે છે. જે સિંહની અલગ – અલગ ડિઝાઇન તેમજ કૃષ્ણ ભગવાન, શિવજી, ગણેશજી, તેમજ સંતો મહંતો નેતાઓ આદીપુરૂષો પ્રકૃતિ અને અલગ -અલગ ડિઝાઇન થી ખીલી અને દોરા વડે ફૉટા બનાવે છે,
આપણને મનગમતું આપણા પરિવારમાંથી પિતાજી માતાજી સંતાનોના ફોટામાંથી ખીલી અને દોરા વડે આર્ટ થી બનાવી આપે છે કોઈપણ ફોટો અથવા ચિત્ર આપો તો તે ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવે છે, ટુરિસ્ટ લોકો ને ગીર ની યાદી સ્વરૂપે તેમની પાસેથી એક મોમેન્ટ લયઈ જાય છે તેથી તેમની શોપ આર્ટ ઓફ ગીર ગીરનું આકર્ષણ બની. ખીલી અને દોરા આ વડે બનતા ચિત્રોથી આજુબાજુના ગામના બહેનો પણ આર્ટ કરી રહ્યા છે જેથી કરીને રોજગારી પણ મળી રહી છે, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ આ એક નવીન પ્રકારની પદ્ધતિથી બનતા ચિત્રો હોંશે હોંશે ખરીદી રહ્યા હોય છે અને ગીરની આ કલાને ખૂબ જ બિરદાવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button