
તા.૦૫.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ મેદાનની સફાઈ કરી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર કાર્યરત છે. જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે. સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક અને જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ભાર વિનાનું ભણતર અને પ્રવુતિ દ્વારા શિક્ષણ મેળવી શકે તે હેતુસર શાળામાં આવેલ મેદાનની સફાઈ કરાવી હતી અને વિવિધ ઘાસ – છોડ ની માહિતી આપવામાં આવી હતી. બાળકોને બગીચામાં ઉછેરવામાં આવતા ફૂલ છોડ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. દિલીપકુમાર મકવાણા દ્વારા બાળકોને વિદ્યાર્થીઓને પ્રવુતિમય શિક્ષણ આપવામાં આવ્યું હતું.








