BANASKANTHAPALANPUR

ડીસાના ભોંયણ નજીક બાઇકને બચાવવા જતા કાર પલટી ખાઈ જતાં બાઈક સવાર બે ઘવાયા : કાર ચાલક ફરાર થયેલ

12 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા- પાલનપુર હાઇવે ઉપર બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે ત્યારે ગતરોજ બાઇકને બચાવવા જતા કાર પલટી ખાઈ જતા વધુ એક અકસ્માત સર્જાયો હતો.ડીસા- પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા પાસે બપોરના સુમારે બાઈક પર સવાર બે લોકોને બચાવવા જતા પાછળ આવી રહેલી બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે કાર પલટી ખાધા પહેલા બાઇકને અડી જતા બાઈક પણ રોડ પર પટકાયુ હતું. જેમાં બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બોલેરો ચાલકને પણ સામાન્ય ઇજા થઈ હતી.જોકે અકસ્માત બાદ બોલેરો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તેમજ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને 108 મોબાઈલ વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી બંને વાહનોને ટોઇંગ કરી ટ્રાફિક માંડ રાબેતા મુજબ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button