
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-ગાંધીનગર, તથા એનઈએસટીએસ-ન્યુ દિલ્હી (ભારત સરકાર) દ્વારા સંચાલિત અને જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ-વાપીના સંચાલક મંડળ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ -આહવાના બાળકોએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાત લીધી હતી.
તાજેતરમાં શાળાના ધોરણ ૬ થી ૧૨ સાયન્સ અને કોમર્સના કુલ ૩૭૨ બાળકો અને ૩૬ કર્મચારીઓ સાથે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું.
આ પ્રવાસ માટે શાળાના આચાર્યા સોનલ મેકવાન અને ઉપાચાર્ય શ્રી પંકજ નિરંજનની આગેવાની હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત એકતાનગર સ્થિત વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતો લેવામાં આવી હતી. આ પ્રવાસ દરમ્યાન શાળાના તમામ બાળકોએ અને કર્મચારીઓએ આયુર્વેદિક ગાર્ડન, જંગલ સફારી પાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના વ્યક્તિગત ઈતિહાસ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, વિશ્વની સૌથી ઊંચી અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો સંદેશ આપતી સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન બાદ, અંતિમ તબક્કામાં લેસર શૉ પણ માણ્યો હતો.જે
આ શૈક્ષણિક પ્રવાસ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોનો ઉપયોગ કરવા સાથે, પ્રવાસ દરમ્યાન બાળકોને સમયની અનુકુળતા મુજબ જે-તે સ્થળોએ નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.








