
તા.૪/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૪૩(વાજડીવડ)ને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા મંજૂરી મળ્યા બાદ નગર રચના અધિકારી તરીકેના નગર રચના યોજના નં. ૪૩(વાજડીવડ) અંગેના નિર્ણયો જાહેર કરાયા છે. આ નિર્ણયોના ઉતારા ફોર્મ ‘જે’ ની નકલ આ યોજના નં. ૪૩ માં સમાવિષ્ટ સંબંધિત જમીન માલિકો/હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને મોકલવામાં આવી રહેલ છે.
આ પ્રારંભિક નગર રચના યોજના નં.૧૪ની એક નકલ, તમામ માહિતી, નિર્ણયો અને નકશાઓ સાથે રજાના દિવસો સિવાયના તમામ દિવસોએ કચેરી સમય દરમ્યાન નગર રચના અધિકારીની કચેરી, રાજકોટ નગર રચના યોજના, જુનું રૂડા બિલ્ડીંગ, શારદા બાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ ખાતે જોવા મળી શકશે તેમ નગર રચના અધિકારીશ્રી એ.જી.ભટ્ટ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]