DEVBHOOMI DWARKAKALYANPUR

કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અન્વયે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

         આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા.

         આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની, મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાનાં લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ તકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતુ ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button