BANASKANTHALAKHANI
Lakhani : લાખણી તાલુકાના વાસણા ના આહપાળ ગોગા ધામ ખાતે 2100 દિવડા કરી દિવાળી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી
શ્રી આહપાળ ગોગા ધામ (વા) વાસણા ખાતે દિવાળી દીપોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લાખણી તાલુકાના વાતમ વાસણા ગામે બિરાજતા શ્રી આહપાળ ગોગા મહારાજ ના મંદિરે દિવાળી દીપોત્સવ નિમિતે ૨૧૦૦ દીવડા કરી ઐતિહાસિક દીપોત્સવ ની ભવ્ય ઉજવણી કરવમાં આવી હતી. દીપોત્સવ ઉજવણીમાં શ્રી સમસ્ત શિલ્વા (બ્રાહ્મણ) પરિવાર,ગોગાપુરા ગામ તથા આજુબાજુ ના ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી આહપાળ ગોગા મહારાજ ના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દિવાળી દીપોત્સવ ને શ્રી સમસ્ત શિલ્વા પરિવાર તથા શ્રી ગોગાપુરા યુવક મંડળ ના સેવાભાવી મિત્રોએ સાથ સહકાર આપી સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]







