ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : રાજસ્થાની શ્રમિકે મોડાસા ચાર રસ્તા પર બાળકને રમતું જોઈ અપહરણ કરી લીધું,આરોપી ઝડપાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રાજસ્થાની શ્રમિકે મોડાસા ચાર રસ્તા પર બાળકને રમતું જોઈ અપહરણ કરી લીધું,આરોપી ઝડપાયો

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ અને એલસીબી પોલીસ ગણતરીના કલાકોમાં અપહત્ય બાળકનો છુટકારો કરાવી અપહરણકર્તા આરોપીને દબોચ્યો

મોડાસા શહેરના ચાર રસ્તા ટાઉનહોલ નજીક એક વિધવા માતાના ત્રણ વર્ષના પુત્રનું અપહરણ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી ત્રણ વર્ષીય બાળકના અપહરણની ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે મોડાસા ટાઉન પોલીસ અને એલસીબી પોલીસને માર્ગદર્શન અને સૂચના આપતા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગને આધારે અપહરણકર્તાનો પીછો કરતા તેને ગંધ આવી જતા બાળકને રાજસ્થાનના ડુંગરપુર નજીક બિનવારસી મૂકી દઈ ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે અપહરણકર્તા પ્રકાશ ગાંગજી ડોમરને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી ગણતરીના કલાકોમાં અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ભીલુડાનો પ્રકાશ ગાંગજી ડોમર એકલવાયું જીવન જીવતો હોવાની સાથે કડિયાકામ કરે છે સુરત કડિયાકામ કરી મોડાસા શહેરમાં કડિયાકામ કરવા આવ્યો હતો મોડાસા ચાર રસ્તા ટાઉનહોલ નજીક ત્રણ વર્ષીય બાળકને રમતું જોઈ બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો બાળકના અપહરણનો ગુન્હો નોંધતા ટાઉન પોલિસ અને એલસીબી પોલીસે સીસીટીવી કેમેરામાં બાળક સાથે અપરહણકર્તા હંગામી બસ સ્ટેન્ડ તરફ જતો જોવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરી બાળકની શોધખોળ હાથધરી હતી અપહત્ય બાળક ડુંગરપુર બસ સ્ટેન્ડમાં હોવાની માહિતી પ્રાપ્ત થતાં ટાઉન પોલીસની ટીમ તાબડતોડ ડુંગરપુર પહોચી બાળકનો કબ્જો મેળવી પરિવારને સોંપી દીધું હતું પોલિસ અને પરિવારે બાળક હેમખેમ હોવાથી હાશકારો અનુભવ્યો હતો એલસીબી પોલીસે અપહરણકર્તા પ્રકાશ ગાંગજી ડોમરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અપહરણકર્તા માનસિક અસ્વસ્થ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button