સાબરકાંઠા જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ સહીત હોદ્દેદારોએ હિમતનગરમાં બહુમાળી ભવન ખાતે પડતર માંગણીઓને લઈને અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું…


સાબરકાંઠા…
સાબરકાંઠા જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ સહીત હોદ્દેદારોએ હિમતનગરમાં બહુમાળી ભવન ખાતે પડતર માંગણીઓને લઈને અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું…
સાબરકાંઠા જીલ્લામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ 228 શાળામાં 800 થી વધુ શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર સહીત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નથી જેને લઈને સ્કુલના હાલના સ્ટાફ ધ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી થઇ રહી છે. તો શાળાઓમાં પુરતો સ્ટાફ ના હોવા છતાં યુડાયસ, આધાર ડાયસ, TAT ની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી, પુરક પરીક્ષાનું નિરીક્ષણ અને પરીક્ષણ, એકમ કસોટીના ગુણની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃત્તિ દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિધાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર વર્તાઈ રહી છે. જેને લઈને તેમના પ્રશ્નોના ઠરાવ સરકાર બહાર પાડે તેવી માંગ કરી છે. અને અગામી 24 જુલાઈએ શાળામાં શિક્ષકો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરશે ત્યારબાદ 29 જુલાઈના રોજ ધારાસભ્ય અને સાસંદ સભ્યને આવેદનપત્ર આપવાની વાત કરી હતી. જીલ્લામાં 228 શાળામાં 800 થી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નથી. તો 100 શાળામાં કલાર્ક અને પટાવાળા જ નથી. અને 15 સ્કુલોમાં માત્ર એક શિક્ષક છે. જ્યારે નવા સત્રને દોઢ મહિનો થઇ ગયો છે. ત્યારે સ્ટાફના હોવાને લઈને શિક્ષણ કાર્ય અસર વર્તાઈ રહી છે. આ માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરવું અને 29 જુલાઈએ ધારાસભ્ય અને સાંસદ સભ્યને આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે અને વિધાર્થીઓના વાલીઓને શિક્ષકોની ઘટ સાથે શિક્ષકોને શિક્ષણ ઉપરાંત આપવામાં આવતી કામગીરીથી વાલીઓને વાકેફ કરવામાં આવશે. સરકાર ધ્વારા ચુંટણી અગાઉ ઉકેલવામાં આવેલા નવ પ્રશ્નોના ઠરાવો તાત્કાલિક બહાર પાડવા વિનંતી કરવામાં આવે તે અંગેની લેખિત રજૂઆત સાથેનું જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા અધિક કલેકટર અને શિક્ષણાધિકારી આવેદનપત્ર આપ્યું હતુ…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



