AHAVADANGGUJARAT

ડાંગના વઘઈ તાલુકાનાં આંબાપાડા ગામે સમૂહ લગ્ન ઉત્સવનો કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મા શબરી લગ્ન ઉત્સવ ડાંગ પ્રેરિત ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડા ગીરાધોધ આયોજિત 51 જોડકા સમૂહ લગ્નનું સાકેત ગ્રુપ સુરતનાં સૌજન્યથી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો..

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં આંબાપાડા ગામે સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.મા શબરી લગ્ન ઉત્સવ ડાંગ પ્રેરિત ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડા ગીરાધોધ આયોજિત 51 જોડકા સમૂહ લગ્નનું સાકેત ગ્રુપ સુરતના સૌજન્યથી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમા હેતલદીદી,યશોદા દીદી નવયુગલો ને આશીર્વચન આપ્યા હતા અને મોટી સંખ્યામાં જાન-જાનૈયાઓ ઉમટી પડયા હતા.ડાંગ,નવસારી,વાંસદા તથા તાપી જિલ્લાનાં અલગ અલગ ગામોમાંથી 51જેટલા નવદંપતીઓ સહભાગી બન્યા હતા.આ કાર્યક્રમમાં વઘઈનાં મુકેશ મહારાજના આચાર્ય પદે ગ્રહશાતક વરયાત્રા સાત ફેરા સંસ્કાર વિધિ સંપન્ન થઈ હતી.અહી પ્રાસંગિક નવયુગલોને સાકેત ગ્રુપના સાવરમલજી બુધ્યા એવમ વિક્રમસિંહજી શેખાવતજીએ શુભેચ્છા અને સાકેત ગ્રુપનો સેવા લક્ષી સાથેનો પરિચય સેવા કાર્યની માહિતી પૂરી પાડી હતી પ્રસંગના અનુરૂપ કિર્તીભાઈ ભટ્ટ સંસ્કૃતિ પ્રમુખ ગુજરાત પ્રાંત ધર્મ જાગરણનાઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. આ કાર્યક્રમમાં વિશેષ સાધુ સંતો પૂ યશોદા દીદી પૂ હેતલ દીદી પૂજ્ય વિષ્ણુદાસ મહારાજનાઓએ નવદંપતિઓને આશીર્વચન આપ્યા હતા.અહી સંતોએ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે આદિવાસી સમાજને આહવાન કર્યુ હતુ.અને સનાતમ ધર્મ વિષે વિસ્તૃત માહિતગાર કર્યા હતા.સુરતના સાકેત ગ્રુપના સૌજન્યથી વર વધુને કરિયાવરમાં સાડી,પેન્ટ, શર્ટ,દુલ્હન સેટ ,કબાટ રસોડાનો સેટ,વાસણો રામચરિત રામાયણનો ગ્રંથ,તથા ભગવત ગીતાનો ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો.અહી ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે 51યુગલોને કરીયાવરમાં બેડાની ભેટ આપવામાં આવી હતી.તેમજ વઘઈના મિત્ર મંડળ રિતેશભાઈ, તાનાજીભાઈ તથા વિનયભાઈએ 51 યુગલોને ડબ્બા સેટનું ભેટ,ત્રીલોકનાથ યાદવ તરફથી તમામ વરને ટોપી તથા કાર્યકર્તાઓને ખેસની ભેટ,જ્યારે શજયરામભાઈ ભુવા તરફથી 51 વધુઓને મંગળસૂત્ર  ભેટ અર્પણ કરી લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button