SABARKANTHAVADALI

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં હનુમાન જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં હનુમાન જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

વડાલી:- હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમ ને ગુરુવારના રોજ હનુમાન જયંતિ ની ભક્તો દ્વારા ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વડાલી શહેરના જી.ઈ.બી માર્ગ પર આવેલ મોટા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવ ની ભક્તો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારે બ્રાહ્મણ દ્વારા વિધિ-વિધાન મંત્રોચ્ચાર સાથે સાંજે આ યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી.તેમજ વડાલી શહેરના હાઈવે રોડ પર આવેલા મહાકાળી માતાજી ના મંદિર પરિસરમાં બિરાજમાન હનુમાન દાદા મંદિરે અને શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલા હનુમાન દાદા ના મંદિરે પણ હનુમાન જન્મોત્સવ ને લઈ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોએ હવન નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button