વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી,પ્રતિક જોષી- ભુજ કચ્છ.
ભુજ, તા – 06 એપ્રિલ : રાજય સરકારના સહકાર વિભાગના ઇ.કો-ઓપરેટીવ પોર્ટલ ઉપર કચ્છ જિલ્લાની તમામ સહકારી મંડળીઓના ડેટા ઓનલાઇન કરવા અંગેની કામગીરી હાલ ચાલુમાં છે. જેથી કચ્છ જિલ્લાની તમામ સહકારી મંડળીઓના હોદેદારોએ, પ્રમુખ/મંત્રીશ્રીનું નામ, મોબાઇલ નંબર,ઇ-મેઇલ આઇ.ડી તથા છેલ્લા ઓડીટ રીપોર્ટની વિગતો તાત્કાલીક શ્રી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બ્લોક નંબર- ૨૨૦-૨૨૧ ભુજ- કચ્છની કચેરીમાં રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે છે. આ બાબતે જરૂર જણાય તો આ કચેરીના કાર્યાલય અધિક્ષક શ્રી એમ.એમ.પરમાર મોબાઇલ નંબર-૯૯૨૫૭૪૩૨૨૪ ઉપર સંપર્ક કરવા જિલ્લા રજિસ્ટ્રાર ,સહકારી મંડળીઓની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]









