CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકાના જીવણપુરા ગામેથી માં અંબેના મંદિરેથી એક હજારથી વધુ ભક્તો રથ લઈને પગપાળા પાવાગઢ જવા નીકળ્યા

નસવાડી થી 15 કિલોમીટર દૂર જીવણપુરા ખાતે માં અંબેનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર નાના અંબાજી તરીકે પ્રચલીત છે આ મંદિરેથી ગ્રામજનો કેટલાક વર્ષોથી પગપાળા પાવાગઢ મહાકાળીમાં ના ધામમાં દર્શન માટે જાય છે અને આ વર્ષેની પરંપરા મુજબ ગ્રામજનો તેમજ આજુબાજુ ગામોના ભક્તો માં અંબેના મંદિરે ભેગા થયાં હતા જયારે બોલ મારી અંબે જય જય અંબેના જય નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું અને મંદિરે પૂજા અર્ચના કરી શ્રી ફળ ફોળી માં અંબે રથ લઈને પગપાળા પાવાગઢ જવા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જયારે જેમ જેમ રથ આગળ વધે તેમ તેમ લોકો દ્રારા ઠેર ઠેર રથનુ સ્વાગત કરવામાં આવી રહ્યું છે જયારે સંઘ રોજનુ 25 કિલોમીટર જેટલું પગપાળા ચાલીને અંતર કાપશે   જેમ જેમ રથ આગળ જશે તેમ તેમ ભક્તો વધુ જોડાય છે જયારે આ સંઘ પહેલી રાત્રી વાસણા ગામે હર સિધ્ધિ માતાના મંદિરે રાત્રે રોકાણ કરશે જ્યારે બીજી રાત્રી બોડેલી ખાતે રાત્રે રોકાણ કરશે જ્યારે શિવરાજપુર ત્રીજી રાતે રોકાણ કરશે અને ચોથા દિવસે પાવાગઢ મહાકાળીમાં ના ધામમાં પહોંચસે અને ત્યાર બાદ ભક્તો દ્રારા મંદિરે હવન પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યાર બાદ માતાજીના મંદિરે ધજા ચડાવશે અને પૂજા અર્ચના તેમજ દર્શન કરીને પરત આવશે

[wptube id="1252022"]
Back to top button