
તા.૧૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શ્રી મહિલા સેવા સમિતિ વાણીયાવાડી રાજકોટ દ્વારા સર્વ જ્ઞાતિનાં બહેનોનાં લાભાર્થે તા. ૦૫ માર્ચ ૨૦૨૩, રવિવારનાં રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૦૭.૦૦ વાગ્યા સુધી “શ્રી મહિલા સેવા એક્ઝિબિશન સેલ ૨૦૨૩”નું આયોજન પટેલવાડી, જલારામ ચોક, વાણીયાવાડી ખાતે કરવામાં આવ્યું છે.
મહિલાઓ સ્વમાનભેર જીવી શકે અને આર્થિક રીતે પગભર બને તે માટે આ એક્ઝિબિશનમાં સાડી, ડ્રેસ મટીરીયલ, કુર્તી, હેન્ડલુમ, ઇમિટેશન જ્વેલરી, પર્સ, કોસ્મેટિક્સ, કિચનવેરની આઈટમો સહિત અનેકવિધ આઈટમોના ૭૦ થી વધુ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે.
પરિવારને મદદરૂપ થવા ઈચ્છતા કોઈપણ બહેનો આ એક્ઝિબિશનમાં ભાગ લઈ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સંસ્થાના મીનાબેન પરસાણા – ૯૯૦૪૯૨૪૨૩૪, શોભનાબેન સોરઠીયા – ૮૩૪૭૩૫૬૩૬૩, દિપ્તીબેન સંઘાણી ૯૮૨૫૬ ૮૭૮૩૩, જયશ્રીબેન અકબરી ૯૬૨૪૯૩૫૭૬૬ નો સંપર્ક જણાવાયું છે.