
વિજાપુર તાલુકાના ડાભલા રોડ ઉપર દેસાઈ વાળા ખેતર પાસેથી કારની ઉઠાંતરી
વસઈ પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ની સીમ દેવડા તરફ જતા રોડ ઉપર આવેલ દેસાઈ વાળું ખેતર ની પાસે કાર ઉભી રાખીને કારના માલિકે ખેતરમાં વાવેલા એરંડા પાકની તપાસ માટે ગયા હતા ખેતર માંથી પરત આવતા સ્થળ ઉપર કાર નહીં દેખાતા વસઈ પોલીસ મથકે કાર ચોરીની ફરીયાદ માલિકે નોંધાવી હતી પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે વસઈ પોલીસ મથકના સૂત્રો ના જણાવ્યા અનુસાર વસઈ ગામના રાજેશ કુમાર કાંતિલાલ પટેલ ડાભલા ની સીમ માં આવેલા દેસાઈ વાળા તરીકે ઓળખાતા દેવડા તરફ જતા રોડ ઉપર આવેલ ખેતર માં વાવેલા એરંડા ની ખેતી લગત કામની તપાસ કરવા ગાડી ખેતર પાસે ઉભી રાખીને ગયા હતા જ્યારે ખેતર નુ કામ પતાવી આવતા સ્થળ ઉપર થી બે લાખ ત્રીસ હજાર ની કિંમત વાળી કાર ચોરીની અજાણ્યા ઈસમો સામે રાજેશભાઈ પટેલે વસઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી અજાણ્યા ઈસમો ને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે





