દાહોદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટપાથ પરથી એક 30 વર્ષીય અજાણ્યા યુવક બીમાર હાલતમાં મળી આવતા સારવાર દરમિયાન મોત

તા.૨૯.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટપાથ પરથી એક 30 વર્ષીય અજાણ્યા યુવક બીમાર હાલતમાં મળી
આવતા દાહોદ રેલવે પોલીસ દ્વારા યુવકને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનો જાણવા મળે છે.
ગત તારીખ 24 મી જૂન ના રોજ દાહોદ રેલવે સ્ટેશન ફૂટપાટ પરથી એક 30 વર્ષીય યુવક બીમાર હાલતમાં દાહોદ રેલવે પોલીસને મળી આવ્યા હતા દાહોદ રેલવે પોલીસે તેનું નામ, ઠામ તેણે પોતાનું નામ મનોજભાઈ ગુપ્તા જણાવ્યું હતું અને પોતે દાહોદના ભાટીવાડા ગામે રહે છે તેમ પણ જણાવ્યું હતું. દાહોદ રેલવે પોલીસ દ્વારા આ યુવકને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઉપરોક્ત યુવકનું ગતરોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે દાહોદ રેલવે પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી ઉપરોક્ત યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.








