પ્રાંતિજના “એક્સેલેન્સ સેન્ટર ફોર વેજીટેબલ” વદરાડ ખાતે ત્રિ-દિવસીય “મહિલા કૃષિ કૌશલ્ય તાલીમ” શિબિર યોજાઈ


પ્રાંતિજના “એક્સેલેન્સ સેન્ટર ફોર વેજીટેબલ” વદરાડ ખાતે ત્રિ-દિવસીય “મહિલા કૃષિ કૌશલ્ય તાલીમ” શિબિર યોજાઈ
************
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા સરકારશ્રીના “મહિલા કૃષિ કૌશલ્ય તાલીમ કાર્યક્રમ” અંતર્ગત પ્રાંતિજ વદરાડ ખાતે આવેલ “એક્સેલેન્સ સેન્ટર ફોર વેજીટેબલ” તા ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૩ દરમિયાન ત્રિ-દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ), મહેસાણા-વિભાગ શ્રી કે.એસ.પટેલ અને નાયબ ખેતી નિયામક(તાલીમ) શ્રી વિ.કે.પટેલ દ્વારા તાલીમ વર્ગ નું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં તાલીમ દરમિયાન મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પશુપાલન, આરોગ્ય, પોષણ, કૃષિ અને બાગાયતી પાકોની ખેતી પદ્ધતિ, મૂલ્ય વર્ધન, પાક સંગ્રહ વિગેરે વિષયો પર વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા ઘનિષ્ઠ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તાલીમ ના બીજા દિવસે તાલીમાર્થીઓને પ્રેરણા પ્રવાસ અર્થે આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન વિભાગ, ઔષધિય ઉધ્યાન અને નર્સરી, સરદાર સ્મૃતિ કેન્દ્ર, પશુ સંવર્ધન કેન્દ્ર વિગેરેની મુલાકાત સમયે વૈજ્ઞાનિક શ્રી દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જેમાં તાલીમના અંતિમ દિવસે તમામ તાલીમાર્થીઓને નિયમ અનુસાર રોજના રૂપિયા ૨૦૦ મુજબ સ્ટાઇપન્ડ તેમજ પ્રમાણ-પત્રો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમ દરમિયાન વદરાડ કેન્દ્રના તમામ અધિકારીઓએ ખૂબ જ સહકાર આપ્યો તેમજ તાલીમાર્થીઓને કેન્દ્ર ખાતે આવેલ બાગાયતી રોપા ઉછેર-નર્સરી, પ્લગ-નર્સરી વિગેરેની મુલાકાત કરાવી તેમજ ફળ પરીક્ષણનુ પ્રેક્ટીકલ માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમ દરમિયાન વદરાડ કેન્દ્રના તમામ અધિકારીશ્રીઓ, ખેડબ્રહ્મા ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીશ્રીઓ તેમજ ખેડબ્રહ્માની ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી શિબિર ને સફળ બનાવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા



