DAHOD

જેસવાડા પોલીસે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો 

તા.૨૫.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

જેસવાડા પોલીસે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

ઘર ફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગરબાડા તાલુકાની જેસાવાડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

બોટાદ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપી નાસતો ફરતો આરોપી પંકેશભાઈ મથુરભાઈ માવી (રહે. વડવા, માવી ફળિયા, તા. ગરબાડા, જિ, દાહોદ) પોતાના ઘરે હોવાની બાતમી ગરબાડાની જેસાવાડા પોલીસને મળી હતી અને ગતરોજ જેસાવાડા પોલીસે ઉપરોક્ત આરોપીના ઘરે ધામા નાખી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેસાવાડા પોલીસે આ સંબંધે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button