GUJARATNAVSARI

સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરને સ્વચ્છ અને રળિયામણું રાખવા નવસારી નગરપાલિકામાં મિટિંગ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છતા હી સેવા અંતર્ગત મે. પ્રાદેશિક કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને એક મીટીંગનું આયોજન નવસારી વિજલપોર નગરપાલિકાના સભાખંડમાં આયોજીત કરવામાં આવેલ હતો. આ મીટિંગમાં નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, નવસારી  વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઇ, ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પાટિલ, આરોગ્ય સમિટીના ચેરમેન શ્રીમતી જાગૃતિબેન શેઠ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના ચૂટાયેલ સભાસદો, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ મોટી સંકયામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં સરકારશ્રી દ્વારા હાલમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી. તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શહેરને સ્વચ્છ અને રળિયામણું રાખવા માટે સહભાગી થવા માટે સમજ આપવામાં  આવી હતી

[wptube id="1252022"]
Back to top button