BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં કલા ઉત્સવ સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવી

28 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જી.સી.આર.ટી.ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત જામપુરા સી.આર.સી કક્ષાનો ‘કલા ઉત્સવ સ્પર્ધા’ કાર્યક્રમ થીમ G-20 “વસુધૈવ કુટુમ્બકમ”one Earth one family ની ઉજવણીના ભાગરૂપે યજમાન શાળા તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પાલનપુર માં તારીખ 27 જુલાઈ 23 ને ગુરૂવારના રોજ યોજવામાં આવેલ હતો. જેમાં જામપુરા પ્રાથમિક શાળાના સી.આર.સી શ્રી હર્ષદભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી રંગ સ્વામીજી શાળાના આચાર્ય શ્રીમતી રાશિકાસિંગ બહેને સ્થાન શોભાવ્યું હતું. કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું .સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ સહકાર આપી સરાહનીય કામગીરી કરી હતી.જેમાં નિર્ણાયક તરીકે અનિલભાઈ ચૌહાણે તથા રંગોળી સ્પર્ધા અને સ્ટેજ સુશોભન વ્યવસ્થા સોનલબેન, કિંજલબેન, હર્ષાબેન, કોમલબેન તથા હર્ષભાઈ એ નિભાવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમના એન્કરિંગની ભૂમિકા શ્રીમતી નિલાબેન જોષી એ નિભાવી હતી. આભાર વિધિ સાથે કાર્યક્રમની સુખદ પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button