ARAVALLIGUJARATMODASA

ગ્રામ્ય વિસ્તારોમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ,પતંગ કાપવાની હરીફાઈ માં માનવીઓ,પક્ષીઓની જીંદગી જોખમમાં મુકતા પતંગ રસિયાઓ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ગ્રામ્ય વિસ્તારોમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ,પતંગ કાપવાની હરીફાઈ માં માનવીઓ,પક્ષીઓની જીંદગી જોખમમાં મુકતા પતંગ રસિયાઓ

માનવી હોય પક્ષીઓ – બધાય માટે જોખમી જ નહીં જીવલેણ કહી શકાય એવી ચાઇનીઝ પતંગદોરી વેચનારાઓ-ખરીદનારાઓ સમગ્ર સમાજના શત્રુ છે.અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે જીલ્લા એલસીબી પોલીસે બાયડ શહેરમાં ચાઈનીઝ દોરીને વેચાણ કરવાના ફિરાકમાં ફરતા મોતના સોદાગર યુવકને 10 ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી LCB પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાયડ શહેરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેપલો થતો હોવાની બાતમી મળતા બાયડ શહેરમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા કિશોર લસાજી મારવાડી (રહે,તળાવની પાળ-બાયડ) મીણીયાની થેલીમાં ચાઈનીઝ દોરીના ફીરકા સાથે ઉભો રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી સ્થળે ત્રાટકી કિશોર લસાજી મારવાડીને કોર્ડન કરી દબોચી લઇ તેની પાસે રહેલી મીણિયાની થેલીમાંથી ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-10 કીં.રૂ.3000/-નો જથ્થો જપ્ત કરી આરોપી યુવકની ઇપીકો કલમ-188 મુજબ ગુન્હો નોંધી અટકયાત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી

પતંગ રસિયાઓએ ચાઈનીઝ દોરી ખરીદીશું નહીંનો સંકલ્પ કરવો જોઈએ,પતંગરસિયાઓએ ઈમાનદારીપૂર્વક ચાઇનીઝ દોરી ખરીદશું જ નહીં એ પ્રકારે સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.એ સિવાય આ ‘જીવલેણ દૂષણ’ દૂર કરી શકવું અઘરું છે. ગેરકાયદે વેચનારા અને ખરીદનારા સમજે કે આ ચાઇનીઝ દોરી ‘કમોતનું કારણ’ બની રહી છે અને તેમાં આપણે ભાગીદાર થવું નથી એવી મૂળભૂત માણસાઇ દાખવે એ સમયની માંગ છે..!!

[wptube id="1252022"]
Back to top button