BANASKANTHAGUJARATPALANPUR

સરકારી માધ્યમિક શાળા સનેસડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

23 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તા. 22 ડિસેમ્બર 2023 ના રોજ ભાભર તાલુકાના સનેસડા ગામમાં આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સનેસડા ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર ક્રાઇમ પાલનપુર પી એસ આઈ શ્રી પી આર મોદી સાહેબ અને હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવા હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ખેમજીભાઈ કે પટેલ દ્વારા આવેલ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવા દ્વારા આધુનિક સમયમાં થતા વિવિધ સાયબર ફ્રોડના મુદ્દાઓ વિશે જાણકરી આપી અને તેનાથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ સુંદર રીતે અને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સનેસડા ગામના સરપંચ શ્રી, આગેવાનો, સદારામ શિક્ષણ સમિતિના સભ્યો, શાળાનો સ્ટાફ, વાલીઓ અને બહોળી સંખ્યામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.શાળાના શિક્ષકશ્રી જીતેશભાઇ રામી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button