
વિજાપુર આઈટીઆઈ ભાવસોર ખાતે તમાકુ નિષેધ અંતર્ગત સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આઈટીઆઈ ભાવસોર ખાતે નેશનલ ટોબેકો સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલના સબ સેન્ટર- લાડોલ 2 દ્વારા આઇટીઆઈ હોલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના અનુસંધાને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં આઈટીઆઈ માં અભ્યાસ કરતા વીસ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં જેમાં વિજેતા પામેલ સ્પર્ધકો ને પ્રથમ, દ્વિતીય, તૃતીય બાળકોને ઈનામ આપવામાં આવ્યો હતો જયારે અન્ય વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યો હતો દરેક ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત લોકોને તમાકુ નિષેધ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યો હતો શાળા દિવાલ પર ભીંતલેખ પણ કરાવેલ. આ કાર્યક્રમમાં THV ગીતાબેન રાવલ,તથા પ્રા.આ.કેંદ્ર લાડોલ એમ બી વાઘેલા MPHS- લાડોલ, પટેલ મેહુલભાઈ,ચૌધરી શૈલેષભાઈ. MPHW SC- લાડોલ 1,2 તથા કોલેજના આચાર્ય તેમજ સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા