GUJARATJETPURRAJKOT

‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ અને ‘‘વ્હાલી દીકરી યોજના’’ના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવા માટે વિશેષ કેમ્પનું આયોજન

તા.૧૭/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ અને ‘‘વ્હાલી દીકરી યોજના’’ અમલમાં છે. જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનને દર માસે રૂ।. ૧૨૫૦ની સહાય ચુકવવામાં આવે છે. હાલ જિલ્લામાં ૫૯,૨૦૪ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, અને ‘‘વ્હાલી દીકરી યોજના’’ અન્વયે દીકરીને તેમની ઉંમર ૧૮ વર્ષ થવા સુધીમાં ત્રણ હપ્તામાં કૂલ રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે, રાજકોટ જિલ્લામાં ‘‘વ્હાલી દીકરી યોજના’’ હેઠળ કુલ ૧૬૧૪૪ લાભાર્થીઓની સહાય મંજુર કરવામાં આવી છે. આમ, આ બંન્ને યોજનાના લાભાર્થીઓ તથા કુટુંબના તમામ સભ્યોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ(PMJAY)યુષ્માન કાર્ડનો લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે આ તમામ લાભાર્થીઓએ પોતાનું આધારકાર્ડ, રાશનકાર્ડ અને આવકનો દાખલો લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વી.સી.ઈ.નો તાત્કાલિક સંપર્ક કરી આયુષ્માન કાર્ડ કઢાવી લેવાનું રહેશેઆ અંગેની વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર ૦૨૮૧-૨૪૪૮૫૯૨ પર સંપર્ક સાધવા કચેરીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button