વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાની આદર્શ નિવાસી શાળા વઘઇ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતો સરવર ગામનાં વિધાર્થીએ કોઈક અગમ્ય કારણોસર સાગનાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે..
પ્રાપ્ત વિગતો અનુસાર સુમિતભાઈ દિપકભાઈ ગાઈન.ઉ.15 રે.સરવર તા.વઘઇ જે ધોરણ 10માં આદર્શ નિવાસી શાળા વઘઇ ખાતે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહ્યો હતો.આ સુમિતભાઈ ગાઈન નામનો વિદ્યાર્થી ગતરોજ શાળાનાં આચાર્ય કે વોર્ડનને જાણ કર્યા વગર ભાગી ગયો હતો.આ વિધાર્થીની લાશ આજરોજ વઘઇ નજીકનાં તકલીખાડીનાં પાટાની બાજુમાં સાગનાં ઝાડની સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે ધસી ગયા હતા.અને વિદ્યાર્થીનાં લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.આ વિધાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી લીધી જેનું સચોટ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.આ બાબતે આદર્શ નિવાસી શાળાનાં આચાર્યા જશુબેન પટેલને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે સુમિત ગાઈન ભણવામાં હોંશિયાર હતો.ગતરોજ રજા લીધા વગર આ વિદ્યાર્થી ભાગી ગયો હતો.અને આજરોજ આ વિધાર્થીની અગમ્ય કારણોસર ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા દુઃખદ ઘટના બની છે…








