
વિજાપુર પોલીસે હિરપુરા ના યુવક ની આત્મહત્યા ના બનાવમાં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લીધા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના તાલુકા પંચાયત ના પ્રમુખ સંત કબીર સ્કૂલ ના આચાર્ય અમીતાબેન પટેલ ના પતિ મનોજભાઈ શંકરભાઇ પટેલે વ્યાજખોરો ની ધમકી દુષપ્રેરણ ના ચક્કર ફસાઈને કરેલી આત્મહત્યા ના પગલે ના મામલે ચાર જણા રેણુસિંહ ચૌહાણ ઇલેક્ટ્રિક ના વેપારી ભરત પટેલ પિયુષ દેસાઈ સંજય દેસાઈ સામે અમીતાબેન પટેલે નોંધાયેલી ફરીયાદ બાદ પોલીસ ને સ્યુસાઇડ નોટ તપાસ દરમ્યાન પરિવાર જનો પાસેથી મળી આવ્યા નુ સામે આવ્યું હતુ, જેને લઇને પોલીસે અગાઉ બે ઈસમો રેણુસિંહ તેમજ ભરત પટેલ ને ઝડપી લીધા બાદ નાસતા ફરતા અન્ય બે આરોપીઓ પિયુષ દેસાઈ તેમજ સંજય દેસાઈ ને લાડોલ મુકામે થી આજરોજ ઝડપી પાડી પોલીસે કાયદેસર ની પ્રક્રિયા હાથ ધરી છે આ અગાઉ રેણુસિંહ ચૌહાણ તેમજ ભરત પટેલ ના કોર્ટ માં એક દિવસ ના રીમાન્ડ મેળવી ને અન્ય બે આરોપીઓ ને પોલીસે ઝડપી પાડીને તપાસ સક્રીય બનાવી છે





